ગરબામાં ગયેલા ડોક્ટર દંપતીના ઘરમાંથી ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગરબામાં ગયેલા ડોક્ટર દંપતીના મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી 60.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અરૃણોદય સોસાયટીમાં રહેતા ડો.પ્રિતિ કામથ અને તેમના પતિ ડો. નાગેશ કામથ ગત 30મી તારીખે ગરબામાં ગયા હતા.રાતે 1:00 વાગ્યાના અરસામાં ગરબામાથી ઘેર પહોંચ્યા ત્યારે રસોડાની સામેના રૂમના દરવાજાના બારણાનો ઉપરનો ભાગ તૂટેલો જણાતાં શંકા પડી હતી. ઘરમાં તપાસ કરતાં ચોર સોના અને ડાયમંડના સાડા દસ તોલાથી વધુના દાગીના લઇ ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. જોકે, પોલીસે માત્ર 15 લાખની જ ચોરી થઇ હોવાનું નોંધ્યું હતું. દરમિયાન ડીસીબી પોલીસે રીઢા આરોપી વિશાલ મનુભાઇ પટેલ (રહે. વાંસખીલીયા, સ્વામિનારાયણ મંદિર પાસે, આણંદ) ને ઝડપી પાડયો છે. પોલીસે સોના ચાંદીના દાગીના, વેચી દીધેલા હારમાંથી બનાવેલી સોનાની લગડી, બાઇક અને ફોન કબજે લીધા છે. જુગાર અને મોજશોખ માટે તેણે 12 વર્ષ પહેલા ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. સૌ પ્રથમ તેણે વાહન ચોરી કરી હતી. ત્યારબાદ ઘરફોડ ચોરીઓ પણ શરૂ કરી હતી. તેની સામે અઆંદ, વિદ્યાનગર અને વડોદરામાં મળીને કુલ 10 ગુનાઓ નોંધાયા છે








