Gujarat

વાઘોડિયા રોડ પર કારમાં વિદેશી દારૃ લઇને બેઠેલો આરોપી ઝડપાયો

By GS TEAM
23 Sep 20251 min read
વાઘોડિયા રોડ પર કારમાં વિદેશી દારૃ લઇને બેઠેલો આરોપી ઝડપાયો

વડોદરા,વાઘોડિયા રોડ પર કારમાં દારૃની બોટલો સાથે એક આરોપીને પોલીસે ઝડપીપાડયો છે. જ્યારે અન્ય એક રેડમાં ગણેશનગરમાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.

પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયા પાછળ શૈલેષ નગરમાં રહેતા ગુંજન ધોબીને વિદેશી દારૃના જથ્થા સાથે  ગણેશનગરમાંથી ઝડપી પાડયો છે. તેના મકાનના કંપાઉન્ડમાંથી  પોલીસે વિદેશી દારૃ અને બિયરની ૬૮ બોટલ કિંમત રૃપિયા ૧૭,૮૩૫ ની કબજે કરી હતી. આ દારૃનો જથ્થો આપનાર અભિષેક ઉર્ફે અબ્બુ મુકેશભાઇ ધોબી (રહે. અમી શ્રદ્ધા સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં કપુરાઇ  પોલીસને માહિતી મળી  હતી કે, વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલ સામે ઓમ રેસિડેન્સીમાં રહેતો નિખીલ પટેલ કારમાં દારૃ લઇને બેઠો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નિખીલ મનહરભાઇ પટેલને ઝડપી પાડી તેની પાસેથી દારૃની ૪૮ બોટલ કિંમત રૃપિયા ૭,૨૦૦ ની  કબજે કરી છે.