માઊઝર લઈને ફરતો માથાભારે આરોપી ઝડપાયો
આરોપી સામે અગાઉ મારામારીના ગંભીર ગુનાઓ દાખલ થયા છે
વડોદરા,વારસિયા મગર સ્વામી આશ્રમ પાસેથી પોલીસે માથાભારે શખ્સને માઉઝર સાથે ઝડપી પાડયો છે.
કાસમહાલ કબ્રસ્તાન પાસે રહેતો અને અગાઉ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો શાહનવાઝ ઉમરભાઈ સુન્ની પિસ્તોલ લઈને ફરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પીસીબી પોલીસે તેની શોધખોળ શરૃ કરતા એવી જાણકારી મળી હતી કે, હાલમાં શાહનવાઝ સુન્ની વારસિયા મગર સ્વામી આશ્રમ રોડ પર ગોસાંઈ ટેકરા પાસે બેઠો છે અને તેની પાસે રિવોલ્વર પણ છે. પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને શાહનવાઝ સુન્ની (રહે. ફાગવેલ નગર કાસમાલા કબ્રસ્તાનની સામ) ેને ઝડપી પાડયો હતો. પોલીસને પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, આ માઊઝર રતલામ ખાતેથી લાવ્યો હતો. પોલીસે શાહનવાઝ સામે ગુનો દાખલ કરી એક માઉઝર તથા બે મોબાઈલ કબજે કર્યા છે.