Get The App

વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો

માંજલપુરમાં મોપેડની ડીકીમાં દારૃની બોટલો લઇને વેચવા ઊભેલો આરોપી પકડાયો

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,વારસિયા અને માંજલપુર વિસ્તારમાં દારૃનો ધંધો કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે મળેલી માહિતીના આધારે  માંજલપુર અલવા નાકા સાંઇનાથ સોસાયટી પાસે ભાથુજી મંદિર ગ્રાઉન્ડ નજીક મોપેડની ડીકીમાં દારૃની બોટલો લઇને ઊભેલા  હાર્દિક ચંદ્રકાંતભાઇ જયસ્વાલ (રહે. સાંઇનાથ નગર) ને ઝડપી પાડયો હતો. પોલીસે મોપેડની ડીકીમાંથી પોલીસે દારૃની ૭ બોટલ કબજે કરી છે.આ દારૃના સપ્લાયર ભાવેશ સોલંકી (રહે. માંજલપુર ગામ) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વારસિયા પોલીસે જૂની આર.ટી.ઓ.  કચેરી  પાસે દારૃ લઇને બેઠેલા મિલન રાજુભાઇ તોલાણી (રહે. સત્યમ એપાર્ટમેન્ટ, વારસિયા) ને ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી બિયરના ૧૯ ટીન કબજે લીધા હતા. પોલીસે સહ આરોપીઓ અનિલ સિન્ધી તથા રોહિત શર્માને વોન્ટેડ જાહેર કર્યા છે.