પાણીગેટ બાવામાનપુરામાં ગેસ રિફિલિંગકરતો આરોપી ઝડપાયો
ગેસના ભરેલા અને ખાલી બોટલ તેમજ રિફિલિંગના સાધનો કબજે
વડોદરા,પાણીગેટ બાવામાનપુરા કુંભારવાડાના ગીચ વિસ્તારમાં મકાનમાં ગેસ રિફિલિંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા આરોપીને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો છે.
એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, બાવામાનપુરા કુંભારવાડામાં રહેતો અલ્લારખા ઉર્ફે રેહાન સિન્ધી તેના મકાનમાં રાંધણ ગેસના ભરેલા બોટલના સીલ ખોલી તેમાંથી પાઇપ વડે ગેસ ખાલી બોટલમાં ભરી ફરીથી સીલ કરી ગ્રાહકોને વેચે છે. જેથી,પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા અલ્લારખા ઉર્ફે રેહાન ગુલામમોહંમદ સિન્ધી મળી આવ્યો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ગેસના ભરેલા ૧૭ બોટલ, ૮ ખાલી બોટલ, રિફિલિંગ કરવાના સાધનો મળી કુલ ૩૭,૩૬૩ નો મુદ્દામાલ કબજે કર્યો છે.