Get The App

કર્મચારીના નામે બોગસ કંપની બનાવીઃ ઓનલાઇન ટાસ્કના નામે ઠગાઇ કરનાર ગેંગનો દિલ્હીનો ઠગ પકડાયો

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
કર્મચારીના નામે બોગસ કંપની બનાવીઃ ઓનલાઇન ટાસ્કના નામે ઠગાઇ કરનાર ગેંગનો દિલ્હીનો ઠગ પકડાયો 1 - image

વડોદરાઃ કર્મચારીના નામે બોગસ કંપની ઉભી કરી ઓનલાઇન ટાસ્કનું કહી લોકોને ફસાવતી ગેંગના વધુ એક સાગરીતને સાયબર સેલે ઝડપી પાડયો છે.ભેજાબાજના બેન્ક એકાઉન્ટમાં ૫ કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાની માહિતી બહાર આવી છે.

વડોદરામાં રહેતા ફરિયાદીને યુટયુબ ચેનલ પર સબસ્ક્રાઇબ અને લાઇકના ટાસ્ક કરી ઘેર બેઠા રૃપિયા કમાવાની લાલચ આપી  રૃ.૮ લાખ પડાવનાર ગેંગ સામે ફરિયાદ નોંધાતા સાયબર સેલે અગાઉ અમદાવાદથી૩, દિલ્હી થી ૨ અને મહારાષ્ટ્રથી ૧ આરોપીને પકડયા હતા.

પોલીસે આ કેસમાં કર્મચારીના નામે બોગસ કંપની શરૃ કરનાર ન્યૂ દિલ્હીના સરીતા વિહાર,મદનપુર ખાતે રહેતા આકાશ સિંઘ સંજયકુમાર સિંઘને ઝડપી પાડયો છે.પોલીસે તેની  પાસેથી ૫ મોબાઇલ અને એક લેપટોપ કબજે લીધા છે.

આ કેસમાં અગાઉ પકડાયેલા છ જણા પાસેથી પણ પોલીસે ૧૫ મોબાઇલ,૮ લેપટોપ અને ડીવીઆર,રાઉટર વગેરે કબજે  કર્યા હતા.પોલીસની તપાસમાં જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં પાંચ કરોડના ટ્રાન્જેક્શન જોવા મળ્યા છે.જ્યારે આ એકાઉન્ટમાં ભોગ બનેલા ૧૪૪ લોકોએ સાયબર સેલને જાણ કરી હતી.

Tags :