યુવતી પર બળાત્કારના કેસમાં મુંબઇથી આરોપીની ધરપકડ
- આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં
- યુવતીને ફોસલાવી ભગાડી જઇને બળાત્કાર ગુજારતા યુવક સામે ફરિયાદ નોંધાઇ હતી
પોલીસ પોલીસ સ્ટેસનમાં વિવિધ કલમો હેઠળ આરોપી પરવેજખાન મોહંમદ તોફીકખાન ( ઉ.વ.૩૯, રહે. તાતો મુરૈની,ટાટા મુરૈની તા-લમ્બુઆ જી-સુલતાનપુર, ઉત્તર પ્રદેશ)એ યુવતીને વધુ અભ્યાસ કરવાની લાલચ આપી હતી અને તેની પાસે યુવતીનો વીડીયો હોવાથી વાઇરલ કરવાની ધમકી આપી હતી. યુવતીને બદકારમ કરવા માટે દબાણ કરીન લલચાવીને પોતાના ઘરેથી ભાગી જવાનું કહ્યું હતું. ઉત્તર પ્રદેશના સુલતાનપુર લઇ જઇને સ્ટેમ્પ પેપર પર મેરેજ કરીને મરજી વિરૂધ્ધ વારંવાર શરીર સંબંધ બાધ્યો હતો અને યુવક નાસી ગયો હતો. આ મામલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ઉત્તર પ્રદેશ અને મુંબઇ મોકલી હતી અને આરોપીને મુંબઇમાં આવેલા નાગપાડા વિસ્તારમાંથી પકડી લાવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.