Gujarat

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો

By GS TEAM
13 Dec 20252 mins read
TukuTouch Logo
સરકારની ઓનલાઇન જી.ઇ.એમ. પોર્ટલ વેબસાઇટના નામે પોર્ટલના બોગસ વર્ક ઓર્ડર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ માણસોને નફો આપવાની લાલચ આપી ઠગાઇ કરવાના ઇરાદે કુલ આશરે રૂ.ચાર કરોડની છેતરપીંડી વિશ્વાસઘાત, ઠગાઇ કરવાના કેસમાં એક આરોપીને જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો

Jamnagar Crime : સરકારની ઓનલાઇન જી.ઇ.એમ. પોર્ટલ વેબસાઇટના નામે પોર્ટલના બોગસ વર્ક ઓર્ડર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ માણસોને નફો આપવાની લાલચ આપી ઠગાઇ કરવાના ઇરાદે કુલ આશરે રૂ.ચાર કરોડની છેતરપીંડી વિશ્વાસઘાત, ઠગાઇ કરવાના કેસમાં એક આરોપીને જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.

ગત તા.27/11/2025 ના જામનગરમાં  સીટી "એ" ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે ગુન્હાના કામે ફરીયાદી અશ્વિનભાઇ વશરામભાઈ વારા (રહે-આદિત્ય પાર્ક, ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ જામનગર) એ આરોપી મનસીલ હર્ષદભાઇ કોયા (રહે.નાગર ચકલો, સારા કુવાની સામે હવાઇયોક જામનગર) એ પોતાને સરકારી જી.ઇ.એમ. પોર્ટલ ઉપરથી અલગ-અલગ ગ્રામ પંચાયતમાં ડસ્ટબીન, સ્ટ્રીટ લાઇટો, આર.ઓ.પ્લાન્ટ વી.સરકારી કામ માટે વર્ક ઓર્ડરો મળેલ છે તેમ કહી આ ખોટા વર્ક ઓર્ડરો ફરીયાદી તથા અન્ય સાહેદોને બનાવી આપી ખરા તરીકે ઉપયોગ કરી તમામને આ ખોટા વર્ક ઓર્ડરો દસ્તવેજો બતાવી ટકાવારીમાં નફો અપવાની લાલય આપી વિશ્વાસમાં લઇ ફરીયાદી તથા સાહેદોના કુલ રૂપીયા આશરે 4,00,00,000 લઇ ફરીયાદી તથા સાહેદોના રૂપીયા પરત નહી કરી ગુનાહીત વિશ્વાસઘાત છેતરપીંડી, ઠગાઇ કરી ગુન્હો આચરેલ હતો.

 હોય જે ગુન્હો અનડીટેકટ હોય જે ગુન્હો શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપીની શોધખોળમાં હતા. દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળી હતી કે આરોપી અમદાવાદમાં છે. જેના આધારે આરોપી મનસીલભાઇ હર્ષદભાઇ કોયાને અમદાવાદથી હસ્તગત કર્યો હતો. અને ધોરણસર અટક કરી વધુ તપાસ ચલાવાઈ રહી છે.