Gujarat

ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૃ લઇ જતો આરોપી ઝડપાયો

By GS TEAM
17 Apr 20261 min read
ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૃ  લઇ જતો આરોપી ઝડપાયો

 વડોદરા,વાપીથી  દારૃ લઇને  ટ્રેનમાં નડિયાદ જતા વેપારીને રેલવે પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી ૧.૫૬ લાખનો દારૃ કબજે લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે સાંજે પોણા આઠ વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ -૨ પર મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ જતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી હતી. ટ્રેનના સી - ૧ કોચના દરવાજા પાસે એક શખ્સ વજનદાર ટ્રોલી બેગ લઇને ઊભો  હતો. રેલવે પોલીસને શંકા જતા તેની પૂછપરછ કરતા તેણે બેગમાં દારૃ હોવાની કબૂલાત કરી હતી. તેને એલ.સી.બી. ઓફિસ લાવી પૂછપરછ કરતા તેનું નામ હિતેન નરેન્દ્રભાઇ ગાંધી, ઉં.વ.૪૬ (રહે. જલારામ વાટિકા, રામોલ, અમદાવાદ) હોવાનું  જાણવા મળ્યું હતું. તેનો મૂળ ધંધો કેટરિંગનો છે. પોલીસે ચેક કરતા બેગમાંથી દારૃની ૪૮૦ બોટલ મળી આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, વાપીમાં રહેતા લખન નામના શખ્સ પાસેથી  દારૃ લીધો હતો અને નડિયાદમાં રહેતા કુલદીપને આપવાનો હતો. જેથી,પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.