Gujarat

લોન બાકી હોવા છતાં ટ્રકના બોગસ પેપર્સ બનાવી નામફેર કરાવનાર ભેજાબાજ પકડાયો

By GS TEAM
4 Apr 20261 min read
લોન બાકી હોવા છતાં ટ્રકના બોગસ પેપર્સ બનાવી નામફેર કરાવનાર ભેજાબાજ પકડાયો

વડોદરાઃ લોન બાકી હોવા છતાં ટ્રકના બોગસ પેપર્સ બનાવી આરટીઓમાંથી નામફેર કરી ઠગાઇ કરવાના  સુરેન્દ્રનગરમાં બનેલા બનાવનો આરોપી વડોદરામાં પકડાઇ ગયો છે.

સુરેન્દ્રનગરના જોરાવર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં છેતરપિંડીનો એક ગુનો નોંધાયો હતો.જેમાં ટ્રકની લોન બાકી હોવા છતાં તેના બોગસ પેપર્સ રજૂ કરીને ટ્રક નામફેર કરાવી લેવા બદલ ફરિયાદ નોંધાઇ હતી.

આ ગુનામાં પોલીસ ચંદુ શામજીભાઇ બાવળીયા(નવાપુરા,ચહેરવાડી,સાણંદ, અમદાવાદ મૂળ રહે.નટવરગઢ,લીમડી, સુરેન્દ્રનગર)વોન્ટેડ હોવાથી પોલીસ તેને શોધી રહી હતી.હાલમાં તે વડોદરા આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે કોઠી ચારરસ્તા પાસેથી તેને ઝડપી પાડી સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી છે.આરોપી સામે અગાઉ પણ રૃપિયા પડાવવા માટે એક વ્યકિતનું અપહરણ કરી માર મારીને ધમકી આપવાનો ગુનો નોધાયેલો હતો.