રણમુક્તેશ્વર રોડ પર દારૃ વેચતો આરોપી પકડાયો
દારૃની ૪૦ બોટલ કબજે : છોટાઉદેપુરનો સપ્લાયર વોન્ટેડ
વડોદરા,રણમુક્તેશ્વર મહાદેવ મંદિર નજીક રામજી મંદિરની ચાલીમાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને દારૃની ૪૦ બોટલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે રામજી મંદિરની ચાલીમાં રહેતો વિક્રમસિંહ દિલીપસિંહ રાઠોડ વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા વિક્રમસિંહ રાઠોડ મળી આવ્યો હતો. તેના ઘરની બાજુમાં આવેલા તિજોરીના કારખાનાના શેડની બાજુમાંથી એક પ્લાસ્ટિકના થેલામાંથી દારૃની ૪૦ બોટલ કિંમત રૃપિયા ૧૫,૫૪૫ ની મળી આવી હતી. આ દારૃનો જથ્થો છોટાઉદેપુરના અશોક નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.