Get The App

તરસાલી બાયપાસ નજીક દારૃ વેચતો આરોપી ઝડપાયો

દારૃ, બિયર અને મોપેડ સહિત ૭૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
તરસાલી બાયપાસ નજીક દારૃ વેચતો આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,તરસાલી બાયપાસ નજીક મોપેડ પર દારૃ ભરેલો થેલો  લઇને ઉભેલા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે દારૃની ૩૮ બોટલ અને બિયરના ૧૭ ટીન કબજે લીધા છે.

મકરપુરા પોલીસનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, લલીત દુલાણી મોપેડ સાથે તરસાલી બાયપાસ સુરતથી  અમદાવાદ જતા રોડની બાજુમાં કેશવ લેન્ડમાર્કની બાજુમાં વસાહતમાં દારૃનું વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા લલીત હોતચંદભાઇ દુલાણી (રહે. શરદ નગર, તરસાલી) મળી આવ્યો હતો. તેની  પાસેના થેલામાંથી પોલીસને દારૃની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા  હતા. દારૃનો આ જથ્થો તરસાલી દામોદર નગરમાં રહેતા અવધેશ પ્રેમનારાયણ ચુતર્વેદી પાસેથી લાવ્યો હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે દારૃ અને મોપેડ મળીને કુલ ૭૦,૫૯૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Tags :