Gujarat

સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો

By GS TEAM
31 Jul 20251 min read
સાણંદના ચરલ માં ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આરોપી ઝડપાયો

- પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી

- એક્ટિવા ખસેડવા મામલે ઝઘડો કરી આરોપી ડ્રાઇવરને છરીના ઘા મારી નાસી છુટયો હતો

સાણંદ : સાણંદ તાલુકાના ચરલ ગામમાં એક્ટિવા ખસેડવા બાબતે હરિયાણના ટ્રક ડ્રાઇવરની છરીના ઘા મારી હત્યા કરના પાનના ગલ્લાના સંચાલકની હથિયાર સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ચરલ ગામમાં ૨૯મી જુલાઇ ૨૦૨૫, મંગળવારના રોજ સવારના સાડ છ વાગ્યે જીતેન્દ્ર જવાહરલાલ રોત તથા મહિપાલ સુરજભાન યાદવ (ઉ.વ ૬૨,રહે.મહેન્દ્રગઢ,હરિયાણા) ચા પીવા ઝીરો હોમ્સ જતાં ત્યારે ઝીરો હોમ્સ કોમ્પ્લેક્સ પહેલા મહેશભાઈ મેલુભાઈ વાઘેલાના પાન પાર્લર સામે ટ્રાફિકને અડચણરૂપ એક્ટિવાને જીતેન્દ્ર જવાહરલાલ રોતે હટવતા ટ્રક ચાલક મહિપાલ સુરજભાણે ટ્રક આગળ લેતા ઝઘડો થયો હતો. મહેશભાઈ મેલુભાઈ વાઘેલા મારૂ એક્ટિવા કેમ ખસેડયું કહી જીતેન્દ્ર રોત તથા મહિપાલ સુરજભાન  સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બોલાચાલી દરમિયાન વાત વણસી જતાં પાનનો ગલ્લો ચલાવતા શખ્સે ટ્રક ડ્રાઇવરને છરીનો ઘા મારી હત્યા કરી નાસી છુટયો હતો.

બનાવ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલાને ગુનામાં વપરાયેલ હથીયાર સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.