Get The App

કારમાં વિદેશી દારૃ ભરીને ડિલિવરી માટે જતો આરોપી ઝડપાયો

દારૃની ૫૦૪ બોટલ, કાર અને મોબાઇલ સહિત ૯.૩૨ લાખની મતા કબજે

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
કારમાં વિદેશી દારૃ ભરીને ડિલિવરી માટે જતો આરોપી ઝડપાયો 1 - image

આર.સી.દત્ત રોડ પરથી ૩.૧૨ લાખનો વિદેશી દારૃ ભરેલી કાર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કર્યો છે.

વાઘોડિયા રોડ પર રહેતો અભિષેક એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને સિંધરોટ તરફ જવાનો છે.થોડી જ વારમાં તે આર.સી.દત્ત રોડ, આંબેડકર સર્કલ થઇ ચકલી સર્કલ થઇ જવાનો છે. જેથી, પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફના દિપેશસિંઘ તથા અન્યએ વોચ ગોઠવી હતી. પોલીસે દારૃ ભરેલી કાર સાથે આરોપી અભિષેક ઉર્ફે અબુ મુકેશભાઇ ધોબી (રહે. અમી દર્શન સોસાયટી, દિવ્ય આશિષ કોમ્પલેક્સની બાજુમાં, વાઘોડિયા રોડ)ને ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી મહેશ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે દારૃની ૫૦૪ બોટલ, બે મોબાઇલ અને કાર મળીને કુલ ૯.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં ખોડિયાર નગર સફેદ વુડાના મકાનમાં દારૃનો ધંધો કરતા જગદીશ રમેશભાઇ વસાવા તથા તેના નાની જશીબેનને પી.સી.બી. પોલીસે ઝડપી પાડયા છે.