બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો
બે તોલાની લગડી તેમજ ૯૫ હજાર રોકડા અને મોબાઇલ ફોન કબજે
વડોદરા,એલ.આઇ.સી. કચેરીના સુપરવાઇઝરના બંધ મકાનમાંથી ચોરી કરનાર રીઢા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
પાણીગેટ વિસ્તારમાં આયુર્વેદિક ત્રણ રસ્તા
પાસે વૃંદાવન હાઉસિંગ સ્કીમમાં રહેતા પ્રકાશભાઈ વિઠ્ઠલદાસ શેઠ નવરંગ
કોમ્પ્લેક્સમાં આવેલી એલઆઇસીની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત
૧૧મી તારીખે તેઓ ઘર બંધ કરીને નોકરી ગયા
હતા. તે દરમિયાન તેમના ઘરના દરવાજા તોડીને
સોનાની બે તોલાની લગડી ચાંદીની ૬૦ ગ્રામની લગડી અને રોકડા ૯૫ હજાર મળી કુલ
૧.૯૧ લાખને મતા ચોર લઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો ભાવ અંદાજે ૧ લાખ રૃપિયા પ્રતિ તોલાનો છે. જ્યારે પોલીસે સોનાનો
ભાવ માત્ર ૪૫ હજાર જ ગણ્યો છે. દરમિયાન
ડીસીબી પોલીસે આરોપી અનિલ દીલુભાઇ કાઠિયાવાડી (રહે. પંચશીલ ગ્રાઉન્ડ પાસે
આવેલા ઝૂંપડામાં, માંજલપુર) ને ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. આરોપી સામે અગાઉ પાંચ
ગુનાઓ નોંધાયા છે.