વડોદરાના છ વર્ષની માસુમ બાળકી સાથે બીભત્સ અડપલા કરતા આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની છ વર્ષની બાળકી અને તેનો ભાઈ ગઈકાલે અન્ય એક સોસાયટીમાં રમવા માટે ગયા હતા. બંને બાળકો ત્યાં રમતા હતા તે દરમિયાન આરોપી અજીત પટેલ ત્યાં આવ્યો હતો અને છ વર્ષની માસુમ બાળકીને પટાવી ફોસલાવી અન્ય બાળકોથી થોડી દૂર મકાનની પાછળ લઈ ગયો હતો અને તેણે બાળકી સાથે શારીરિક અડપલાશરૂ કર્યા હતા.
પોતાની બહેનને નહીં જોતા ભાઈએ બૂમ પાડતા આરોપી ગભરાયો હતો અને તેણે છ વર્ષની બાળકીને છોડી દીધી હતી. બાળકી દોડતી દોડતી પોતાના ભાઈ પાસે આવીને રડવા લાગી હતી. ત્યારબાદ બંને ભાઈ બહેન પોતાના ઘરે જતા રહ્યા હતા દીકરી રડતી હોય માતાએ પૂછતા તેણે જણાવ્યું હતું કે અંકલે મારી સાથે ખરાબ કામ કર્યું હતું. જે અંગે માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી અજીત રામ બહાદુર પટેલ (રહે-જશોદા કોલોની મકરપુરા, મૂળ રહે-યુપી)ની સામે ગુનો દાખલ કરી ઝડપી પાડ્યો હતો. આરોપી 35 વર્ષનો છે અને તેને પણ બે સંતાનો છે.








