Gujarat

પેટ્રોલ પંપ પર મારામારી કરનાર આરોપી ઝડપાયા

By GS TEAM
3 Apr 20261 min read
પેટ્રોલ પંપ પર મારામારી કરનાર  આરોપી ઝડપાયા

વડોદરા,અજબડી મિલ પાસેના પેટ્રોલ પંપ પર ઝઘડો કરનાર ૪ આરોપીને સિટિ પોલીસે ઝડપી પાડયો છે.

ગઇકાલે મોડીરાત્રે ઠેકરનાથ મહાદેવ મંદિર પાસેના પેટ્રોલ પંપ પર એક મોપેડ ચાલક આવ્યો હતો. તેણે બોટલમાં પેટ્રોલ આપવાનું કહેતા કર્મચારીએ ના પાડી હતી. ત્યારબાદ મોપેડ ચાલકે ટાંકીમાં પેટ્રોલ પુરાવ્યું હતું અને કર્મચારીને કહ્યું કે, હવે મને ટાંકીમાંથી  પેટ્રોલ કાઢી આપી બોટલમાં ભરી આપ. ઝઘડો થતા તેેણે ફોન કરીને  પોતાના અન્ય મિત્રોને બોલાવ્યા હતા. તેઓએ  પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કર્યો હતો. આ ગુનામાં સિટિ પોલીસે આરોપી (૧) તાસીનખાન યુનુસખાન પઠાણ (રહે. યાકુતપુરા) (૨) તોફીક મહંંમદઇકબાલ શેખ (રહે. તાહા એપાર્ટમેન્ટ, યાકુતપુરા) (૩) મોહંમદ નઇમ મોહંમદ સાકીરભાઇ શેખ (રહે. મીનારા કોમ્પલેક્સ,યાકુતપુરા) તથા (૪) એજાજ મુઝફ્ફર શેખ (રહે. મનસુરી કબ્રસ્તાન હાથીખાના પાસે)  ને ઝડપી પાડયા છે.