૫.૮૭ લાખની છેતરપિંડીના બનાવમાં ફરાર થયેલો માથાભારે શખ્સ પકડાયો
વડોદરાઃ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ઠગાઇના બનાવમાં ચાર મહિનાથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
વાઘોડિયારોડ પર પ્રારંભ કોમ્પ્લેક્સ પાસે લાડુબા નગરમાં રહેતો રાજેશ અભેસિંહ ચાવડાએ ઉછીના રૃ.૫.૮૭ લાખ લીધા બાદ પરત નહિ કરતાં તેની સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આરોપી સામે અગાઉ પણ મારામારી અને ધમકીના ગુના નોંધાયેલા હોવાથી અગાઉ તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.રાજેશને શોધવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ હતી.તે જુના પાદરા રોડ ખાતે હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મકરપુરા પોલીસને સોંપવા તજવીજ કરી છે.