ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો
Bharuch Police : ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડએ ઝડપી પાડ્યો હતો.
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ઘાટલોડિયા અમદાવાદ ખાતે તપાસમાં હતી. તે વખતે માહિતી મળી હતી કે, ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનામાં વોન્ટેડ બાબુ મગનભાઈ માવી (રહે-લેબર કોલોની, ઘાટલોડિયા, અમદાવાદ/મૂળ રહે-દાહોદ)ને તેના ઘાટલોડીયા ખાતેના ઘરેથી ઝડપી પાડી આરોપીનો કબ્જો ભરૂચ સી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.