Get The App

આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર

લોખંડનું સ્ટેન્ડ પગમાં વાગી જતા યુવકે જોઇને ચાલવાનું કહેતા માર માર્યો

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
આજવા રોડ પર યુવક  પર હુમલો કરી આરોપીઓ ફરાર 1 - image

વડોદરા,આજવા રોડ મહાવીર હોલ પાસે  દેવકી ચેમ્બર્સ નજીક યુવક પર હુમલો થયો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બકરાવાડીમાં રહેતા  પ્રિયંકાબેન રવિભાઇ ચુનારાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે મારો નાનો દીકરો ગભરાયેલી હાલતમાં ઘરે આવ્યો હતો. તેણે મને કહ્યંુ કે, રાતે સાડા નવ વાગ્યે હું મહાવીર હોલ પાસે દેવકી કોમ્પલેક્સ નજીકના સ્ટોરમાં પાણીની બોટલ લેવા માટે ગયો હતો.તે દરમિયાન એક અજાણી વ્યક્તિનો પગ લોખંડના સ્ટેન્ડને અડી જતા સ્ટેન્ડ મારા પગ પર ચઢી જતા મને ઇજા થઇ હતી. જેથી, મેં તેઓને કહ્યું કે, થોડું જોઇને ચાલો. તે એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યો હતો. હું બહાર નીકળી મોપેડ પાસે ઊભો હતો. તે દરમિયાન મારો ફોઇનો મોટો દીકરો આવ્યો હતો. તેને  જોઇને પેલા લોકો મારી પાસે આવીને કહેવા લાગ્યા હતા કે, અમને મારવા માટે માણસો બોલાવ્યા છે. મને તથા મારા પિતરાઇ ભાઇને ગાળો બોલી મારવા લાગ્યા હતા. તેઓએ અમારા  પર હુમલો કર્યો હતો. બૂમાબૂમ કરતા ટોળું ભેગું થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા.