Gujarat
ઉત્તરાયણ આવતાં જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ,ચાઇનીઝ દોરાની 662 રીલનો જથ્થો પકડાયો
By GS TEAM
20 Dec 20251 min read

વડોદરાઃ ઉત્તરાયણ આવતાં જ ચાઇનીઝ પતંગ- દોરા અને તુક્કલોનું વેચાણ થવા માંડતુ હોય છે.જેને કારણે ઉપરોક્ત પ્રતિબંધિત ચીજો શોધવા પોલીસને સૂચના આપવામાં આવી છે.ફતેગંજ પોલીસે આજે ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડી કેસ કર્યો છે.
સમાના કૈલાસપતિ મહાદેવ પાસે પોલીસે ૧૧ બોક્સ સાથે એક શખ્સને પકડતાં અંદરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની ૬૬૨ નંગ રીલ મળી હતી.જેની કિંમત રૃ. ૩.૩૧લાખ થાય છે.
પકડાયેલા યુવકની પૂછપરછ દરમિયાન તેનું નામ બિપિન પ્રભુચંદ્ર જાની(કૈલાસપતિ મહાદેવ મંદિર પાસે,ન્યુ સમારોડ) હોવાનું ખૂલ્યું હતું.જેથી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે મુદ્દે વધુ તપાસ કરવામાં આવી રહી છે.








