સયાજીગંજમાં પીજી તરીકે રહેતા લોકો પાસે રોકડ અને બાઇક ચોરી જનાર પકડાયો
વડોદરાઃ સયાજીગંજના સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં પીજી ચલાવતા જ્યોતિબેને પીજીના મેેનેજમેન્ટ માટે રાકેલા મોહસીન સિરાજભાઇ સૈયદ(નૂરજહાં પાર્ક, તાંદલજા) નામના કર્મચારીએ પીજીમાં રહેતા લોકો પાસે ભાડાની અને લાઇટ બિલની કુલ રૃ.૮૭,૭૦૦ની રકમ ટ્રાન્સફર કરાવી અને ૬૦ હજારનું બાઇક ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત બનાવમાં આરોપી માહસીન પાણીગેટ વિસ્તારમાં ચોરેલી બાઇક વેચવા ફરતો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી સયાજીગંજ પોલીસને સોંપવા તજવીજ કરી છે.