Get The App

સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને અલગ રાખવા ડોગ શેલ્ટર કેનલ્સ ખરીદાશે

શહેરમાંથી એગ્રેસિવ રખડતા કૂતરાં કે ઈન્ફેકટેડ કૂતરાંને પકડીને કેનલ્સમાં રખાશે, શહેરમાંઅંદાજે ૨.૧૦ લાખ રખડતા કૂતરાં

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને અલગ રાખવા ડોગ શેલ્ટર કેનલ્સ ખરીદાશે 1 - image

અમદાવાદ,બુધવાર,21 જાન્યુ,2026

સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને  પકડીને અલગ રાખવા રુપિયા ૩૦ લાખના ખર્ચથી ડોગ શેલ્ટર કેનલ્સની ખરીદી કરાશે. શહેરના વિવિધ વિસ્તારમાંથી પકડવામા આવતા એગ્રેસિવ રખડતા કૂતરાં કે ઈન્ફેકટેડ કૂતરાંને કેનલ્સમાં રખાશે. એક અંદાજ મુજબ શહેરમાં અંદાજે ૨.૧૦ લાખ રખડતા કૂતરાં છે.

વર્ષ-૨૦૧૯માં રખડતા કૂતરાને લઈને રેન્ડમ સર્વે કરાયો હતો.સુપ્રિમ કોર્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસસ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએથી રખડતા કૂતરાં હટાવવાનો આદેશ અપાયો હતો.આ કારણથી હવે અમદાવાદમાં રખડતા કૂતરાં રાખવા માટે નવુ ઈન્ફ્રાસ્ટ્રકટર ઉભુ કરવુ જરૃરી છે.શહેરના ગીતા મંદિર ઉપરાંત જુદી જુદી સરકારી હોસ્પિટલો તથા બસ ટર્મિનસ ઉપર કે શૈક્ષણિક સંસ્થાઓમા રખડતા કૂતરાં જોવા મળી રહયા છે.સુપ્રિમ કોર્ટના આદેશ પછી બે અઠવાડીયા પછી નવા નિયમ અમલમા આવશે.સરકારી કચેરીમાંથી પકડતા રખડતા કૂતરાંને પણ ડોગ શેલ્ટરમાં રાખવા પડશે.હાલમા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ડોગ શેલ્ટરનુ ઈન્ફ્રાસ્ટ્રકચર નથી.નવા ડોગ શેલ્ટરનુ બાંધકામ કરાવવુ પડે એમ છે. આ સ્થિતિમા કૂતરાઓને રાખવા કેનલ્સ પણ ખરીદવામા આવી રહયા છે.વસ્ત્રાલમાં રુપિયા ૧.૩૦ કરોડના ખર્ચે ડોગ શેલ્ટર ડેવલપ કરાઈ રહયુ છે.જેમા ૨૫૦થી ૩૦૦ ડોગ રાખી શકાશે.લાંભા અને નરોડામા પણ ડોગ શેલ્ટર ડેવલપ કરાઈ રહયા છે.