મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે પ્રમાણે અમદાવાદના તમામ રોડ ઉપર આઠ હજાર કરતા વધુ દબાણોનો ખડકલો
રોડ કપાતમાં સૌથી વધુ કુબેરનગર,સરદારનગર ઉપરાંત ઠકકરનગર અને સરસપુરમાં આવતા ૧૪૭૫ મકાનો
અમદાવાદ,બુધવાર,6
ઓગસ્ટ,2025
અમદાવાદનો વિસ્તાર વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી
છે.વિવિધ રોડ ઉપર દબાણો પણ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં નવા ટી.પી.રોડ ખોલવાની
જરૃરીયાત ઉભી થતી હોય છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા ટી.પી.રોડ ખોલવા માટે
કપાતમા આવતી મિલકતોનો એક સર્વે કરાયો હતો.રોડ કપાત અંતર્ગત ૮૭૬૭ જેટલા મકાનો દબાણરુપે
ખડકાઈ ગયા હોવાનુ તારણ સામે આવ્યુ છે.જયારે જયારે જે વિસ્તારમાં રોડ પહોળો કરવાનો
થશે તે સમયે દબાણ કરેલી જગ્યામાં બાંધી દેવાયેલી મિલકત તોડવી પડશે.જે મિલકત ધારકની
મિલકતમાં ૫૦ ટકાથી વધુ કપાત થતી હશે તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવાસ ફળવાતા
હોય છે. રોડ કપાતમાં સૌથી વધારે કુબેરનગર,
સરદારનગર ઉપરાંત ઠકકરનગર અને સરસપુરમાં ૧૪૭૫ મકાન આવેલા છે.
શહેરમાં તમામ રસ્તા ખોલવા હોય તો તેના માટેનો એક સર્વે હાથ
ધરાયો હતો.ટી.પી.કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ કહયુ,વર્ષ-૨૦૧૦
પહેલાનુ બાંધકામ હોય અને ૫૦ ટકાથી વધુ મિલકત કપાતમા જતી હોય તેવા કિસ્સામા
વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવાસ ફાળવવામા આવે છ.સાત ઝોનમાં ૭ મીટરથી લઈને ૧૨ મીટર, ૧૮ મીટર તથા ૨૪
મીટર ,૩૦ મીટર
ઉપરાંત ૬૦ મીટર પહોળા રોડ તથા ગામતળના વિસ્તારોમાં આવેલા રસ્તાઓ ઉપર આવેલી મિલકતનો
લઈ સર્વે કરવામાં આવ્યો હતો.રોડ કપાતમાં ૫૦ ટકા કરતા ઓછી કપાત થતી હોય તેવા
કિસ્સામા કોઈ વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની થતી નથી.કપાતમા જતી મિલકતના ધારકોએ
તેમનુ બાંધકામ વર્ષ-૨૦૧૦ પહેલાનુ છે તે અંગેના પુરાવા રજુ કરવા પડશે.રોડ કપાતમાં સૌથી વધારે કુબેરનગર,સરદારનગર ઉપરાંત
ઠકકરનગર અને સરસપુર રખિયાલમાં ૧૪૭૫ મકાનો આવેલા છે.
કયા વિસ્તારમાં રોડ કપાતમાં કેટલા મકાન?
કુબેરનગર,
સરદારનગર,ઠકકરનગર, સરસપુર ૧૪૭૫
નવરંગપુરા,પાલડી,વાસણા,નારણપુરા ૧૪૨૯
ઘાટલોડીયા,
થલતેજ,બોડકદેવ,રાણીપ ૯૯૪
જોધપુર,મકતમપુરા,સરખેજ,મકરબા ૫૧૨
ખાડીયા,જમાલપુર, શાહપુર,ખાનપુર ૧૩૩
રાણીપ બકરા મંડી વિસ્તારમાં રોડ કપાતમાં ૨૮૦થી વધુ મકાન
રાણીપ વોર્ડમાં આવેલી
આખી બકરામંડી અને ગાયત્રી ગરનાળા રોડ ઉપર આવેલા ૨૮૦થી વધુ મકાન રોડ કપાતમાં
જાય છે.