Get The App

વિન્ડ કંપનીના આડેધડ પાર્કિંગ થતા વાહનોના કારણે થતા અકસ્માતો

Updated: Dec 24th, 2024

GS TEAM

Google News
Google News
વિન્ડ કંપનીના આડેધડ પાર્કિંગ થતા વાહનોના કારણે થતા અકસ્માતો 1 - image

નિયમોને નેવે મૂકી ગમે ત્યાં ઉભા રહેતા વાહનો

દયાપર ઘડૂલી અકસ્માતના બીજા દિવસે અકસ્માતગ્રસ્ત વાહનમાં ટ્રક ઘૂસી ગઈ

ભુજ: કચ્છ જિલ્લામાં વિન્ડ કંપનીઓના વાહનો રોડની બંને બાજુમાં આડેધડ પાકગ કરવાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. તેવી પશ્વિમ કચ્છ પોલીસ અધીક્ષકને કચ્છ લડાયક સંઘે ફરિયાદ કરતાં ઉમેર્યું હતું કે હાલ જ લખપત તાલુકાના દયાપર ઘડુલી રોડ પર જે અકસ્માત થયો તેમાં બે આશાસ્પદ યુવાનો હોમાઈ ગયા અને બીજા દિવસે એક ટ્રક એ જ ઊભેલા વાહનમાં ઘૂસી ગઈ હતી.

ઘણી વાર માનકુવા મૂકતાં અને ચાડી પર બંને સાઇડ તોતિંગ ટ્રેકો પાર્ક કરેલી હોય છે, ટોલગેટ થી આગળ તેમજ નખત્રાણાના અને કોટડા ગામ પહેલાં એવી ઘણી જગ્યા જે ભુજ થી લખપત અબડાસા નખત્રાણા માંડવી વગેરે વિસ્તારોમાં આ વાહનો પાર્ક કરેલા હોય અને અવર જવર થતી હોય છે.

માતાનામઢ નારાયણ સરોવર રોડ જે યાત્રાળુ ઓ પ્રવાસીઓ તેમજ લિગ્નાઇટ વહન તેમજ આર્મી અને લોકલ લોકો પણ આજ રોડ પરથી પસાર થાય છે. ત્યારે આવા તોતિંગ લાંબા વાહનોને રોડ થી અમુક મીટર દૂર રાખવાના નિયમોનું કંપની ઓ અને તેના ટ્રાન્સપોર્ટરો પાલન કરતા નથી, તેને તાત્કાલિક ધોરણે આ નિયમોનું પાલન  આસપાસના પોલીસ સ્ટેશને  કરાવવું જોઈએ.

તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાલ શિયાળાની તુ હોવાથી ધુમ્મસ ના કારણે દિલ્હી માં જોવા મળતા સીન કચ્છ માં જોવા મળશે એ કોઈ નવાઈ ની વાત નહીં રહે. 

લખપત તાલુકામાં માં મૃત્યુ પામેલાં બને યુવાનોના પરિવાર ને યોગ્ય વળતર મળે તેવી   માંગ પણ કચ્છ લડાયક સંઘના કે.ડી.જાડેજાએ કરી હતી.