Get The App

ઓવરટેક કરવાની લ્હાયમાં ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
ઓવરટેક કરવાની લ્હાયમાં ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત 1 - image

લીંબડીના જાખણ ગામ પાસે

અકસ્માત બાદ બંને વાહન રોડની સાઈડમાં ઉતરી ગયા ઃ ટ્રેક્ટર ચાલક ઇજા પહોંચી

સુરેન્દ્રનગર -  લીંબડીના જાખણ ગામ નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રકના ચાલકે ઓવરટેક કરવા જતાં ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બુધવારે સવારે પૂરપાટ ઝડપે દોડતા ટ્રકના ચાલકે લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે ઓવરટેક કરવા જતાં ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહન ચાલકે વાહન પર કાબુ ગુમાવી દેતા બંનેે વાહન રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવી તપાસ હાથ ધરી છે.