સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, કાર સળગતા 7 લોકોના મોત
Surendranagar Accident Incident : સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ઝમર ગામ નજીક રવિવારે (17 ઓગસ્ટ) બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સાત લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જણાવી દઈએ કે, અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી.
ગંભીર અકસ્માતમાં 7ના લોકોના મોત
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે રવિવારે (17 ઓગસ્ટ) સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક બે કાર વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. ગંભીર અકસ્માતના બનાવમાં એક જ પરિવારનાં 7થી વધુ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની જાણ થતાંની સાથે સ્થાનિકો, પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ
સુરેન્દ્રનગરના લખતરના હાઈવે પર ઝમર અને દેદાદરા વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી હતી. જેમાં કડું ગામથી કાર મારફતે સુરેન્દ્રનગર જઈ રહેલા પરિવારનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં બે બાળકો સહિત સાત લોકોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
મૃતકોની યાદી
- કૈલાશબા જગદીશસિંહ જામસિંહ ચુડાસમા (ઉં.વ. 60, રહે. ભાવનગર)
- પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 35, રહે. ભાવનગર)
- રીદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 32, રહે. ભાવનગર)
- દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા (ઉં. 10 મહિના, રહે. ભાવનગર)
- નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉં.વ. 58, રહે. જામનગર)
- રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉં.વ. 52, રહે. લખતર)
- મીનાબા વિરેન્દ્રસિંદ સતુભા રાણા (ઉં.વ. 49, રહે. લખતર)
- દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ. 35, રહે. ગાંધીધામ-કચ્છ)