કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત
અકસ્માત બાદ ઇકો કારનો ચાલક કાર મૂકીને ફરાર ઃ પોલીસે વધુ તપાસ હાથ ધરી
કલોલ : કલોલના સઈજ હાઇવે ઉપર વહેલી સવારે ઇકો કાર પસાર થઈ રહી હતી ત્યારે તેના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ઓવર બ્રિજ ઉપર પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં ડ્રાઇવરની પાસેની સીટ ઉપર બેઠેલ મહિલાનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું બનાવ અંગે પોલીસે ઇકો કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે
આ બાબતે મળતી માહિતી અનુસાર અમદાવાદના આંબલી રોડ ઉપર આવેલા
છાપરામાં રહેતી પાયલબેન દશરથજી ઠાકોર ઇકો કાર નંબર જીજે ૦૧ ડબલ્યુ યુ ૨૬૯૯ લઈને
ડ્રાઇવર સાથે અમદાવાદ થી મહેસાણા તરફ જવા નીકળી હતી તેમની કાર કલોલના હાઇવે ઉપર
સઈજ ઓવરબ્રિજ ઉપરથી વહેલી સવારે પસાર થઈ રહી હતી તે વખતે કારના ચાલકે કાબૂ
ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં પાયલબેન ઠાકોરને માથાના ભાગે તથા
શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ૧૦૮ મારફતે કલોલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં
આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મરણ ગયેલ જાહેર કરી હતી અકસ્માત બાદ
ઇકો કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો બનાવ અંગે પોલીસે દશરથજી રમતુજી
ઠાકોરની ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા ઇકો કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ
ચલાવી છે.