Get The App

નેશનલ હાઇવે નં.48 ઉપર અકસ્માત : ફિલ્મ રોલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
નેશનલ હાઇવે નં.48 ઉપર અકસ્માત : ફિલ્મ રોલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા 1 - image

Bharuch Accident : નેશનલ હાઇવે નં.48 અંકલેશ્વરથી સુરત તરફના માર્ગ ઉપર ફિલ્મ રોલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. જો કે, ટેમ્પો અને તેમાં ભરેલ ફિલ્મ રોલને લાખોનું નુકસાન પહોંચ્યું હતું.

 વડોદરાના સાવલી તાલુકા ખાતે રહેતા મયુદ્દીન દીવાન ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓની માલિકીનો આઇસર ટેમ્પો ડ્રાઇવર સાબીર નયમુદ્દીન ખાન (રહે-મંજુસર, વડોદરા) ચલાવે છે. ગઈ તા.27 ઓગષ્ટના રોજ બપોરના સુમારે સાબીર ખાન આઇસર ટેમ્પોમાં અમદાવાદ નજીક બારેજાની કિરીપાલ પોલી ફિલ્મ લિમિટેડ કંપનીમાંથી ફિલ્મ રોલ ભરીને સેલવાસ જવા માટે નીકળ્યો હતો. તે વખતે નેશનલ હાઇવે નં. 48 ઉપર અંકલેશ્વરથી સુરત તરફના માર્ગ ઉપર મેઘા પેટ્રોલ પંપની સામેની બાજુ ટેમ્પો ચાલાકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આઇસર ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ચાલાકનો આબાદ બચાવ થયો હતો. જેમાં ટેમ્પોના કેબિનને અંદાજે રૂ.2 લાખનું નુકસાન હતું. જ્યારે ટેમ્પોમાં ભરેલ ફિલ્મના રોલને કેટલું નુકસાન છે તે કંપનીના સર્વેયર નક્કી કરશે. ઉપરોક્ત ફરિયાદના આધારે પાનોલી પોલીસે ચાલક વિરુદ્ધ એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.