Get The App

વડોદરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત : બેના મોત

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત : બેના મોત 1 - image


Vadodara Accident : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વાડોદરા નજીક આજે બીજા દિવસે પણ અકસ્માત થયો છે. સુરતથી અમદાવાદ તરફ જતી કાર ચાલતી ટ્રકની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર સુરતના સુરતના બે લોકોના ઘટનાસ્થળે મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

 વડોદરા નજીક લક્ષ્મીપુરા ગામ પાસે આ અકસ્માત થયો હતો. જેને પગલે હાઈવે પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. હાલ પાદરા CHC ખાતે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બંને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 ગમખ્વાર અકસ્માતમાં નામ મેહુલ જયંતીભાઈ ગલાણી (ઉંમર 27, રહે, કતારગામ સુરત) અને અશ્વિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (ઉંમર 48, રહે. નીલકંઠ એવન્યુ, સુરત)ના કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્તો પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘામેચા (રહે-અમરોલી, સુરત) અને ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Tags :