Get The App

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં દંપતી ખંડિત: પત્નીનું પોતાના પતિની નજર સમક્ષ કરુણ મૃત્યુ

Updated: Apr 13th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક  બે બાઈક વચ્ચેની ટક્કરમાં દંપતી ખંડિત: પત્નીનું પોતાના પતિની નજર સમક્ષ કરુણ મૃત્યુ 1 - image


જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા બદીયાભાઇ દિતીયાભાઈ માવી નામનો પરપ્રાંતિય શ્રમિક અને તેના પત્ની મીનાબેન બન્ને બાઈક પર ફલ્લા નજીક ધ્રોલ જતા માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે પુરપાટ દોડતા અન્ય એક બાઈકચાલકે આ ડબલસવારી બાઇકને પાછળથી ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બે બાઈક વચ્ચે ઘડાકાભેર ટકકર સર્જાઈ હતી, જે અકસ્માતમાં બાઈક્સવાર પરપ્રાંતિય શ્રમિક મહિલાનુ ગંભીર ઇજા થવાથી તેના પતિની નજર સમક્ષ જ કરુણ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અકસ્માત સર્જી નાશી છુટેલા બાઇક ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ  ધરી છે.

આ બનાવ અંગે  મૃતકના પતિ બદીયાભાઈ માવીની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી નાશી છુટેલા બાઈકચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાન જિલ્લાના વતની હોવાનું તેમજ ખેતમજુરી કામ કરતા હોવાનુ સામે આવ્યુ છે.

Tags :