Get The App

હિંમતનગર-ઈડર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 2ના મોત, 2ને ઇજા

Updated: May 18th, 2025

GS TEAM

Google News
Google News
હિંમતનગર-ઈડર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 2ના મોત, 2ને ઇજા 1 - image

Accident on Himmatnagar Idar : રાજ્યમાં સતત વધી અકસ્માતના બનાવો વચ્ચે હિંમતનગર-ઇડર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હિંમતનગર-ઇડર હાઇવે પર રાજપુર પાટીયા પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસે રિક્ષાને ટક્કર મારતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં સવાર મહિલા અને રિક્ષા ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે લોકોને ઘાયલ થયા છે. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.