ધારી-અમરેલી રોડ પર અકસ્માતની ઘટના, એસટી બસ ચાલકે ત્રણ કારને અડફેટે લેતાં 4ને ઈજા
Amreli News : ગુજરાત એસટી બસ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ધારી-અમરેલી રોડ પર અકસ્માતની ઘટના બની છે. જેમાં મહુવા ધોરાજી એસટી બસ ચાલકે ત્રણ કારને અડફેટે લીધી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ધારી અમરેલી રોડ ઉપર લીંબડીયાના નેરા પાસે આજે શનિવારે (6 સપ્ટેમ્બર) અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ ચાલકે ત્રણ કારને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં બે મહિલા સહિત ચાર જેટલાં લોકોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો
અકસ્માતની ઘટનાને લઈને ઇજાગ્રસ્તને સારવાર માટે પહેલા ધારી લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.