Get The App

બેસણામાંથી પરત ફરતા અકસ્માતમાં યુવાનનું મોત

કપુરાઇ ચોકડી પાસે ટ્રકે ટક્કર મારતા કપુરાઇના શખ્સનું મૃત્યુ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
બેસણામાંથી પરત ફરતા અકસ્માતમાં યુવાનનું મોત 1 - image

વડોદરા, તા.5 કરજણમાં માસીના મૃત્યુના બેસણામાંથી સ્કૂટર પર પરત ફરતા રવાલ ગામના યુવાનને તરસાલી બાયપાસ પાસે નેશનલ હાઇવે પર એક ટ્રેલરે ટક્કર મારતાં યુવાનનું કરૃણ મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં રહેતા મહેશ ચિમનભાઇ રોહિત (ઉ.વ.૪૫)ની માસીનું કરજણ ખાતે અવસાન થયું હોવાથી બેસણું ગઇકાલે હતું. મહેશભાઇ ગઇકાલે સવારે બેસણામાં હાજરી આપીને પોતાના સ્કૂટર પર પરત ફરતા હતા અને તેઓ વડોદરા નજીક તરસાલી બાયપાસ બ્રિજ પાસેથી પસાર થતાં હતા ત્યારે પૂરપાટઝડપે જતા એક ટ્રેલરે ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતાં. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય બનાવમાં કપુરાઇ ગામમાં દિવાન ફળિયામાં રહેતા કાલીદાસ રાયસિંગ વાઘેલા તા.૩ના રોજ સાંજે કપુરાઇ ચોકડીથી ઘેર જવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે વડોદરા તરફથી પૂરપાટ જતી એક આઇસર ટ્રકે ટક્કર મારતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા બાદ ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ત્યાં મોત નિપજ્યું હતું.



Tags :