Get The App

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ

વાગરા તાલુકાના સાંચણ ગામ પાસે અકસ્માત

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ 1 - image
ભરૂચના વાગરા તાલુકાના સાંચણ ગામ પાસે બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ કાર સવાર બે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 46 વર્ષીય શાહિદઅહમદ અકલાખઅહમદ અંકલેશ્વરના સિગ્નેસ ગ્રીન ટેક ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ગઈ તા. 7 સપ્ટેમ્બરના રોજ સાંજે શાહિદ સાયકા જીઆઇડીસી ખાતેથી કેમિકલ વેસ્ટ ભરી જંબુસર તરફ જવા રવાના થયો હતો. આ દરમ્યાન રાત્રે 8:30 વાગ્યાની આસપાસ સાંચણ ગામના બસ સ્ટેન્ડ પાસે શાહિદ ટ્રક ને રસ્તાની સાઈડમાં ઊભી રાખી ટ્રકની પાછળ ઉભા રહી તાડપત્રી બાંધી રહ્યો હતો. તે વખતે પૂરપાટ ઝડપે ઘસી આવેલ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા શાહિદને ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે વાગરા હોસ્પિટલ ખસેડ્યો હતો. આ અકસ્માતમાં કાર સવાર મુસ્તકીમ યુસુફભાઈ સૈયદ અને મતીન સિરાજભાઈ સૈયદ (બંને રહે- વાગરા ,ભરૂચ)ને પણ ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વાગરા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે વાગરા પોલીસે કારચાલક વિરુદ્ધ એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.