ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર નીલગાય સાથે કાર અથડાતા અકસ્માત

સદનસીબે માત્ર કારને નુકસાન પહોચતા જાનહાનિ ટળી
નીલગાય સાથે એક કાર ધડાકાભેર અથડાયા બાદ પાછળીથી આવતી બીજી કાર અથડાઈ
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર ફન પોઇન્ટ હોટલ પાસે ગત રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઈવે પર અચાનક રોડ ક્રોસ કરતી નીલગાય સાથે એક કાર અથડાઈ હતી.
નીલગાય સાથે થયેલ આ ધડાકાભેર અથડામણ બાદ પાછળથી આવતી બીજી કાર પણ અથડાતાં એક બાદ એક એમ બે કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિનો બનાવ બન્યો નહોતો. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત દરમિયાન નીલ ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. જે ઘટનાને પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જે અંગે સ્થાનિક લોકોએ સાવચેતી રાખવા અને હાઈવે પર રાત્રિના સમયે પશુઓના અચાનક આવી જતા હોવાથી બચવા અપીલ કરી છે.









