લોક અદાલતના ઇતિહાસમાં સૌથી મોટું સમાધાન, મૃતકના પરિવારજનને 5 કરોડ 40 લાખનું વળતર ચૂકવાયું

આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું

લોક અદાલતમાં 170 જેટલા કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા

Updated: Sep 9th, 2023


Google NewsGoogle News
લોક અદાલતના ઇતિહાસમાં સૌથી મોટું સમાધાન, મૃતકના પરિવારજનને 5 કરોડ 40 લાખનું વળતર ચૂકવાયું 1 - image


આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વર્ષોથી પડતર કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા, જેમાં 2014ના અકસ્માતનો કેસ પણ સામેલ હતો. આ કેસમાં લોક અદાલતના ઈતિહાસમાં સૌથી મોટું વળતર ચૂકવવામાં આવ્યું હતું. 

મૃતકના પરિવારજનોએ વીમા કંપની સામે દાવો દાખલ કર્યો હતો

ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વરા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વર્ષોથી પડતર 170 જેટલા કેસો નિકાલ કરવા સમાધાન માટે મુકવામાં આવ્યા હતા, જેમાં વાહન અકસ્માત, ચેક રિટર્ન, જમીન સંપાદનના વળતર સહિતના કેસો સામેલ હતા. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં વર્ષ 2014નો વાહન અકસ્માતનો વળતરનો કેસ સમાધાન માટે મુકવામાં આવ્યો હતો. આ કેસમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ વીમા કંપની સામે દાવો દાખલ કર્યો હતો જેમાં અત્યાર સુધીના લોક અદાલતના ઈતિહાસની સૌથી મોટું સમાધાન થતા મૃતકના પરિવારજનને વીમા કંપનીએ 5 કરોડ 40 લાખ રુપિયાનું વળતર ચૂકવવા સંમત થયા હતા.

પ્રકાશભાઈનું 9 વર્ષ પહેલા અકસ્માતમાં નિધન થયુ હતું.

9 વર્ષ પહેલા અમદાવાદ એરપોર્ટથી વડોદરા જતા હતા ત્યારે નારોલ ટોલ પ્લાઝા પાસે કાર અકસ્માતમાં 40 વર્ષીય પ્રકાશભાઈનું નિધન થયું હતું. પ્રકાશભાઈ વાધેલા ખાનગી કંપનીમાં જનરલ સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હતા. મૃતક પ્રકાશભાઈ બી.ટેકની ડીગ્રી ધરાવતા હતા જેમનું વાર્ષિક પેકેજ 31 લાખ રુપિયાનું હતું. તેમની ઉપર પત્ની અને બે સગીર પુત્રો અને માતા-પિતાની જવાબદારી હતી. તેમના પરિવારજનોએ અરજીની તારીખથી હુકમની તારીખ સુધી 9 ટકાના વ્યાજ પર રૂ. 6,31,35,000ની દાવા અરજી દાખલ કરી હતી, જેની સામે વીમા કંપનીએ અનેક વાટાઘાટો બાદ 5,40,45,998 ચૂકવવા સંમત થયા હતા. હાઈકોર્ટ લીગલ સર્વિસીસ કમિટીના ચેરમેન અને જજ બીરેન વૈષ્ણવએ જણાવ્યું કે, રાષ્ટ્રીય લોક અદાલતમાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત અપીલના ઝડપી સમાધાનના ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ કર્યો છે.


Google NewsGoogle News