Gujarat
બગોદરા-બાવળા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, હાઇવે પર વાહનોના થપ્પા લાગ્યા
By GS TEAM
7 Jul 20251 min read

બગોદરા : બગોદરા-બાવળા હાઈવે પર રવિવારે સવારે બે ટ્રક વચ્ચે સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક ટ્રકનો ચાલક ટ્રકમાં ફસાઈ ગયો છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો અને બગોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફસાયેલા ટ્રક ચાલકને બચાવવા માટે સ્થાનિક લોકો અને અધિકારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સલામતીના કારણોસર હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. માર્ગ બંધ થવાના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. પોલીસે અકસ્માતગ્રસ્ત બંને ટ્રકને રોડ પરથી ખસેડી રસ્તો પૂર્વવત કરાવ્યો હતો. ઇજાગ્રસ્તને ૧૦૮ મારફત બગોદારાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં જિલ્લા ટ્રાફિક પોલીસ, કોઠ, બાવળા પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.








