અકોટા દાંડિયાબજાર બ્રિજ તરફ જવાના રસ્તા પર બે મોપેડ વચ્ચે અકસ્માત
ચારને ઇજા થતા સારવાર માટે સયાજીમાં લઇ જવાયા : એક બેભાન
વડોદરા,અકોટા દાંડિયાબજાર બ્રિજ જતા રોડ પર નર્સિંગ હોમ ચાર રસ્તાથી સોલાર પેનાલની વચ્ચે બે મોપેડ વચ્ચે અકસ્માત થતા ચાર યુવકોને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આજે બપોરે સવા ત્રણ વાગ્યે મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સોલાર પેનાલ તરફ જવાના રસ્તા પર બે મોપેડ વચ્ચે ેઅકસ્માત થતા (૧) અજય ઇશ્વરભાઇ પરમાર, ઉં.વ.૧૭ (રહે. કુંભાર ફળિયું, ગોત્રી ગામ) (૨) કાર્તિક ગોપાલભાઇ વસાવા, ઉં.વ.૧૭ (૩) કિરણ ચીમનભાઇ નિઝામા, ઉં.વ.૧૬ તથા (૪) હાર્દિક જેન્તીભાઇ સુરતી, ઉં.વ.૪૦ (રહે. આનંદ નગર, કારેલીબાગ) ને ઇજા થઇ હતી. અજયને માથા અને ગાલ પર, કાર્તિકને ચહેરા અને દાઢી પર, કિરણને હોઠ અને જમણા ઘુંટણ પર તથા હાર્દિકને માથામાં ઇજા થઇ હતી. હાર્દિકને ગંભીર ઇજા થતા તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.