Gujarat

કાલાવડ નજીક બેડીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: એક કારમાં બેઠેલા જામકંડોરણાના એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા

By GS TEAM
18 Aug 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક ગોરધન પરના પાટીયા પાસે તેમ જ કાલાવડના વડાળા ગામના પાટીયા પાસે જુદા જુદા બે વાહન અકસ્માતમાં એક પરિવારના પાંચ સભ્ય અને પિતા પુત્રી સહિત કુલ સાત વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક બેડીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: એક કારમાં બેઠેલા જામકંડોરણાના એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા

જામનગર નજીક ગોરધન પરના પાટીયા પાસે તેમ જ કાલાવડના વડાળા ગામના પાટીયા પાસે જુદા જુદા બે વાહન અકસ્માતમાં એક પરિવારના પાંચ સભ્ય અને પિતા પુત્રી સહિત કુલ સાત વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. જે બંને આકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માતનો પ્રથમ બનાવ કાલાવડ ધોરી માર્ગ પર વડાળા ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી કારમાં પસાર થઈ રહેલા મયુરભાઈ કારાભાઈ સારીખડા નામના જામકંડોરણાં નામના વતની કાર ચાલકે પોતાની કારને ટક્કર મારી દેવા અંગે જી.જે.-3 જે. આર. 7402 નંબરના કારચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જે અકસ્માતમાં પોતાને તેમજ પોતાના પિતા કારાભાઈ અને માતા મનીષાબેન, ઉપરાંત પાયલબેન અને શીતલબેન નામના બે બહેનો સહિત પાંચ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, જે તમામને સારવાર લેવી પડી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

અકસ્માત નો બીજો બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી એકટીવા સ્કૂટર પર જઈ રહેલા કમલેશભાઈ ધીરજલાલ સોની અને તેઓની પુત્રી નિશાબેન (ઉંમર વર્ષ 21) કે જેઓ ગોરધન પર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવી રહેલા જી.જે. 10 એ.ડી. 6675 નંબરના બાઈક ચાલકે ઠોકર મારી બન્ને ને ઇજા પહોંચાડી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.