Get The App

હળવદમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનના મોત

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
હળવદમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનના મોત 1 - image

- ચરાડવા-આંદરણા રોડ પર સીએનજી પમ્પ નજીકનો બનાવ

- એકનું ઘટનાસ્થળે જ મોત બીજાનું હોસ્પિટમાં મોત નીપજ્યું : ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો

હળવદ : ચરાડવા-આંદરણા રોડ પર સીએનજી પમ્પ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે બીજાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. 

હળવદ તાલુકાના ચરાડવાથી આંદરણા જતા રોડ પર સીએનજી પમ્પ પાસે અચાનક રોડ ઉપર આવી ચડેલા જીજે-૩૬-એક્સ-૩૪૪૨ નંબરના ડમ્પર ચાલકે ચાર દિવસ પહેલા જીજે-૩૪-ઇ-૫૧૭૮ નંબરના પલ્સર બાઇકને અડફેટે લેતા બાઈક ચાલક સોનુભાઈ નાનસિંહ ભીંડે (ઉં.વ.૨૨, મૂળ એમપી)નું ઘટનાસ્થળે જ  મોત નીપજ્યું હતું. તેમજ પાછળ બેઠેલા ભુરસિંહ કાળુસિંહ લોહરિયાને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.  

મૃતક સોનુના ભાઈ રાજેશ નાનસિંહ ભીંડેએ ડમ્પર ચાલક વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આ અકસ્માત ડમ્પર ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે થયો હોવાનું જણાવાયું છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.