નશેબાજ યુવકની કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત
પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી
વડોદરા,અટલાદરા અક્ષર ચોક ચેક પોસ્ટ નજીક ગત મોડીરાતે નશેબાજ કાર ચાલક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
અટલાદરા પોલીસને માહિતી મળી હતી કે, અટલાદરા ચેક પોસ્ટ સામે એક ટુ વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેથી, પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે લોકોના ટોળા હતા. પોલીસે ટોળા વિખેરી કાઢ્યા હતા. કારમાં બેઠેલા વ્યક્તિને નીચે ઉતારી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નિરવ વલ્લભભાઇ પટેલ (રહે. વિક્રમ બંગલો, સાંડેસરા રોડ, નારાયણ વિલા પાસે, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. તેણે દારૃનો નશો કર્યો હોઇ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.પોલીસે જણાવ્યું છે કે, નિરવ પટેલ એમ.આર.તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાતે તે કાર લઇને જતો હતો. તે સમયે એક બાઇક ચાલક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને વધારે ઇજા થઇ નહી ંહોવાથી તેણે ફરિયાદ આપી નહતી.