જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત : જોડિયાના બે શ્રમિક બંધુઓ ઘાયલ થયા
Jamnagar Accident : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક એક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે ડબલ સવારી બાઈક પર સવાર બે શ્રમિક બંધુઓને હડફેટમાં લેતાં ગંભીર ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયાના મોટાવાસ વિસ્તારમાં રહેતા અને કલર કામની મજૂરી કરતા નૂરમામદ સેડાત નામનો 25 વર્ષના યુવાન ગઈકાલે પોતાના ભાઈ ઈશાભાઈને બેસાડીને કલર કામની મજૂરીનું કાર્ય પૂરું કરી જોડિયા પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન ધ્રોલ નજીક હાઈવે રોડ પર જી.જે-36 એલ 0615 નંબરની કારના ચાલકે બંને ભાઈઓને અડફેટે લીધા હતા જેમાં બંનેને નાની મોટી ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સરકાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.