જામનગર-સમાણા ધોરીમાર્ગ પર બોલેરો અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માતમાં પિતા-પુત્રને લીધા અડફેટે : પિતાનું સારવારમાં મૃત્યુ
Jamnagar Accident : જામનગર સમાણા ધોરી માર્ગ પર લાવડીયા ગામના પાટીયા પાસે એક બાઈક અને બોલેરો કેમ્પર વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્ર ઘાયલ થયા હતા, જે પૈકી પિતાનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. આ અકસ્માતમાં અમને બોલેરોના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા મનસુખલાલભાઈ ખાખરીયા (58) તથા તેના પુત્ર પ્રદીપ (28) કે જેઓ બંને ગત 19-07-2025ના સવારે 8.30 વાગ્યાના અરસામાં જામનગરથી સમાણા રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન લાબડીયા ગામના પાટીયા પાસેથી જી.જે.37 વી 5254 નંબરના બોલેરોના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં પિતા પુત્ર બંને ઘાયલ થયા હતા, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં પિતા મનસુખભાઈ ખાખરીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પુત્ર પ્રદીપ સારવાર હેઠળ છે. આ અકસ્માતમાં બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં એએસઆઈ ડી.જે. ઝાલાએ બોલેરોના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.