Get The App

પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો

વિરાટનગર એએમસીની ઓફિસમાં એસીબીનો દરોડો

નિવૃતિ બાદ આરોપી કર્મચારી ઉચ્ચ અધિકારીઓના મળતિયા તરીકે કામ કરતો હતોઃ એસીબી અધિકારી

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ  લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો 1 - image

અમદાવાદ,સોમવાર

વિરાટનગરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનની ઓફિસમાં લાંચ રૃશ્વત વિરોધી બ્યુરો દ્વારા છટકુ ગોઠવીને પ્રોપર્ટી ટેક્ષ આકરણીના નામે અલગ અલગ કારણ બતાવીને ગેરકાયદે નાણાં પડાવતા કોર્પોરેશનના નિવૃત કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીના અધિકારીઓને  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે કોર્પોરેશનના અધિકારીઓ વતી નાણાાં ઉઘરાવતો હોવાની શક્યતા છે.

પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ  લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો 2 - imageલાંચ રૃશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને બાતમી મળી હતી કે વિરાટનગરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં પ્રોપર્ટી ટેક્ષમાં કોમર્શીયલ અને રહેણાંક મકાનની આકારણીની કામગીરીમાં એએમસીના કર્મચારીઓ અલગ કારણ આપીને એક હજારથી માંડીને ૧૦ હજાર રૃપિયાની લાંચની ઉઘરાણી કરે છે. જે અંગે એસીબીએ ડીકોયનું આયોજન કર્યું હતું. જેમાં ગોવિંદ  ડાભી (રહે. આરોહી એલીઝીયમ, બોપલ) નામના વ્યક્તિએ પ્રોપર્ટીની આકારણી કરવાના બદલામાં ચાર હજારની માંગણી કરી હતી.જેને એસીબીએ ઝડપી લીધો હતો.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું ગોવિંદ ડાભી અગાઉ કોર્પોરેશનમાં નોકરી કરતો હતો અને નિવૃત થયા બાદ તે મિલકત આકારણીના નામે લાંચ લેતો હતો. જેમાં તેની સાથે કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓની મિલિભગતના પુરાવા પણ મળ્યા છે.

Tags :