Gujarat

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના 15 વર્ષ પહેલાના ઘર ફોડ ચોરીના ગુનાના ફરારી આરોપીને મુંબઈના ભાયંદરમાંથી ઝડપી લેવાયો

By GS TEAM
16 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ મથકમાં વર્ષ 2011માં ઘરફોડ ચોરીનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો, તે ગુનામાં જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા ઝુબેર અબ્બાસભાઈ સમેજાને ફરારી જાહેર કરાયો હતો અને ઉપરોક્ત આરોપી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના 15 વર્ષ પહેલાના ઘર ફોડ ચોરીના ગુનાના ફરારી આરોપીને મુંબઈના ભાયંદરમાંથી ઝડપી લેવાયો

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ મથકમાં વર્ષ 2011માં ઘરફોડ ચોરીનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો, તે ગુનામાં જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા ઝુબેર અબ્બાસભાઈ સમેજાને ફરારી જાહેર કરાયો હતો અને ઉપરોક્ત આરોપી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.

ઉપરોક્ત આરોપી મુંબઈના ભાયંદર પંથકમાં સંતાયેલો છે તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે મુંબઈ પંથકમાં ધામા નાખ્યા હતા, અને ભાયંદરના કાશીગાંવ ખાતેથી આરોપી ઝુબેરને ઝડપી લેવાયો હતો, અને તેને જામનગર લઈ આવ્યા બાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવ્યો છે.