Gujarat

અભયમની ટીમે 12 માસની બાળકીનું માતા સાથે પુનમલન કરાવ્યું

By GS TEAM
25 Jun 20252 mins read
અભયમની ટીમે 12 માસની બાળકીનું માતા સાથે પુનમલન કરાવ્યું

ધોળકા ૧૮૧ અભિયમની સરાહનીય કામગીરી

પરિણીતાએ દારૃડિયા પતિની સાસરિયાને ફરિયાદ કરી તો ઝઘડો કરી બાળકી છીનવી લીધી

બગોદરા - સાણંદમાં રહેતી પરિણીતા પાસેથી ૧૨ માસની બાળકી છીનવી દારૃડિયા પતિ અને સસારીયાએ કાઢી મુકતા ૧૮૧ અભિયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. ધોળકા ટીમ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી પરિણીતાને ૧૨ માસની દીકરી સાથે પુનમલન કરાવ્યું હતું.

સાણંદમાં રહેતી મહિલા પાસેથી સાસરી પક્ષે ૧૨ માસની દીકરી છિનવી લેતા ૧૮૧ અભયમ પાસે મદદ માંગી હતી. મદદ માટે કોલ આવતા ધોળકા ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ૧૮૧ અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિગ કરતા મહિલાએ જણાવ્યું કે તેના પતિ અને સાસરી પક્ષના સભ્યો તરફથી હેરાનગતિ છે. સાસરીમાં નાના મોટા ઝઘડાઓ થયા કરે છે. પતિ દારૃના વ્યસની છે આજે ઝઘડો થતા પીડિતા મહિલાએ તેમનો પક્ષ મૂક્યો અને માથાકુટ કરતા પીડિતા મહિલા પાસેથી ૧૨ માસની દિકરી લઈ લીધી અને આપવાની ના પાડી દીધી. તેથી અભયમ ટીમનો સહારો લીધો. ૧૮૧ અભયમની ટીમે સાસરી પક્ષને કાયદાકીય સમજ આપી અને સમજાવ્યું કે પત્ની તેમજ દીકરાની વહુ પાસે બાળક લઈ લેવું તે અયોગ્ય છે. માતાથી તેનું બાળક છિનવી ના શકાય. માતા પાસેથી બાળક છિનવી લેવું એ પણ ગુનો છે. ૧૮૧ અભયમ ટીમ અને મહિલાને તેનો ૧૨ માસની દિકરી પાછી અપાવવી હતી. પીડિતા મહિલા ખુશ થઈ જતા ૧૮૧ મહિલા અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.