Get The App

ગામની ડેરીએ દૂધ ભરવા જતી સગીરાની પાડોશી યુવક દ્વારા છેડતી

Updated: Sep 27th, 2024

GS TEAM

Google News
Google News
ગામની ડેરીએ દૂધ ભરવા જતી સગીરાની પાડોશી યુવક દ્વારા છેડતી 1 - image

Image : Freepik

Vadodara Molestation Case : 15 વર્ષની સગીરાને તેના ગામમાં ડેરીએ દૂધ ભરવા જતા રસ્તામાં પાડોશી ગામના છોકરાએ હાથ પકડીને છેડતી કર્યાની મળેલી ફરિયાદના આધારે તાત્કાલિક 181ની ટીમ ઘટના સ્થળે પહોંચતા 15 વર્ષની સગીરા જણાવ્યું હતું કે, તે સાંજના સમયમાં ગામની ડેરીમાં દૂધ ભરવા જાય છે અને પાડોશી ગામનો છોકરો દરરોજ રસ્તામાં ગાડી ઊભી કરી દે છે અને મને જબરજસ્તી તેની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે હેરાન કરે છે.

પાડોશી ગામનો છોકરો અવાર નવાર આ રીતે 10થી 15 દિવસથી હેરાન કરે છે અને આજરોજ ફરીવાર હું અને મારી નાનીબેન સાથે દૂધ ભરવા જતા હતા ત્યારે રસ્તામાં અમોને એકલા જોઈને રસ્તા વચ્ચે ગાડી ઊભી કરી મને કહ્યું કે "મારી સાથે બોલ બાકી તને મારી નાખીશ" એવી ધમકી આપી હતી અને મારો હાથ પકડી લીધેલો અને છોડતો ન હતો. પણ રસ્તામાં એક ગાડી આવતા મને છોડી દીધેલ ત્યારબાદ મેં મારા ઘરે ફુવાને કહેતા ફુવાએ મને 181માં કોલ કરીને મદદ લેવા માટે કહ્યું હતું. સગીરાનું કાઉન્સિલિંગ કર્યા બાદ તેઓને આગળની કાર્યવાહી કરવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં રીફર કરી છે અને હવે પછીની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે.

Tags :