Gujarat

વડોદરામાં પરપ્રાંતિય અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપાવતું અભયમ

By GS TEAM
14 Jul 20251 min read
TukuTouch Logo
અભયમ પાદરા ટીમને બહેનનું કાઉન્સલિંગ કરતા જણાવતા બહેનને સુરક્ષા અને આશ્રયની જરૂર હોવાથી 181ની ટીમ દ્વારા ટૂંકા અને લાંબાગાળાનો આશ્રય મળી રહે તે માટે તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પરપ્રાંતિય અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપાવતું અભયમ

Vadodara : વડોદરા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પ લાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે, એક બહેન મળી આવ્યા છે તેને મદદની જરૂર છે. 181ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બેનનું કાઉન્સિલિંગ કરતા જણાવા મળ્યું કે, બેન ઓડીસા રાજ્યની છે. છેલ્લા દસ દિવસથી ગુજરાતમાં મજૂરી કામ કરવા માટે તેમના કાકાના છોકરા જોડે અહીં આવ્યા હતા. દિવસથી મજૂરી કર્યા બાદ તે બહેનને છોડીને ઓડીસા રાજ્યમાં જતા રહ્યા. તેથી છેલ્લા દસ દિવસથી બેન ચાલતા ચાલતા વડોદરા જિલ્લાના ભાયલી ગામમાં આવ્યા હતા.

અભયમ પાદરા ટીમને બહેનનું કાઉન્સલિંગ કરતા જણાવતા બહેનને સુરક્ષા અને આશ્રયની જરૂર હોવાથી 181ની ટીમ દ્વારા ટૂંકા અને લાંબાગાળાનો આશ્રય મળી રહે તે માટે તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. 181 મહીલા હેલ્પ લાઈન ટીમ આવા કપરા સંજોગોમાં નિરાધાર મહિલાને મદદ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.