Get The App

પોરબંદરના ઇશ્વરિયા ગામેથી 8 વર્ષના બાળકનું અપહરણ, ઠેરઠેર નાકાબંધી

Updated: Sep 27th, 2023

GS TEAM


Google News
Google News
પોરબંદરના ઇશ્વરિયા ગામેથી 8 વર્ષના બાળકનું અપહરણ, ઠેરઠેર નાકાબંધી 1 - image


પ્રેમલગ્ન બાદ યુવતીએ વિધર્મી યુવાન સાથે છેડો ફાડી નાખતા બદલો લેવાઅગાઉ વિધર્મી યુવાને ધમકી આપેલી હતી કે તમારી દીકરીને મને આપી દો નહીંતર તમારા દીકરાને ઉઠાવી જઈશ

પોરબંદર, : પોરબંદરના ઈશ્વરિયા ગામની એક યુવતીએ વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા બાદ છેડો ફાડી નાખતા ગિન્નાયેલા વિધર્મી યુવાને યુવતીના આઠ વર્ષના ભાઈનું અપહરણ કરી જતાં હરકતમાં આવેલી પોલીસે ઠેરઠેર નાકાબંધી કરી યુવાનને પકડી પાડવા દોડધામ શરૃ કરી દીધી છે. આ યુવાને અગાઉ યુવતીના પરિવારજનોને  ધમકી આપેલી હતી કે તમારી દીકરીને મને આપી દો નહીંતર તમારા દીકરાને ઉઠાવી જઈશ. એ પછી આ ઘટના બનતા પોલીસે ગંભીરતા સમજીને જુદી જુદી ટીમો બનાવી યુવાનને પકડી પાડવા ક્વાયત વધારી દીધી છે.

બગવદર નજીકના ઈશ્વરિયા ગામે રહેતા ભીમસીભાઈ ભીમાભાઈ પીપરોતરના આઠ વર્ષના બાળક રવિનું એ જ ગામના ઈકબાલ ઈશાક નામનો યુવાન સવારે સાડા દશ કલાકે અપહરણ કરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ યુવાન અગાઉ આ પરિવારની યુવતીને ભગાડી ગયો હતો. અને તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. આ પછી માવતરે યુવતીને સમજાવતા તેણે યુવાન સાથે છેડો ફાડી નાંખ્યો હતો. એ પછી પરિવારજનોએ બીજી જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા. એ પછી આ યુવાન વધુ ગિન્નાયો હતો અને વારંવાર ધાકધમકી આપતો હતો કે તમારી દીકરીને મને આપી દો નહીંતર તમારા દીકરાને ઉઠાવી જઈશ. એ પછી આ ઘટના બનતા પરિવારે તુરતજ પોલીસનો સંપર્ક સાધી  આખી ઘટના વર્ણવી હતી. એ પછી પોલીસે જુદી જુદી ટીમો બનાવી નાકાબંધી કરાવી છે. આ ઉપરાંત પરિવારજનોએ અને ગ્રામજનોએ  અપહરણ કરનારા શકમંદ યુવાનનો ફોટો અને બાળકનો ફોટો પોલીસને આપ્યો છે. પોલીસે ભાણવડ અને પોરબંદર જિલ્લામાં નાકાબંધી કરી છે.

Tags :